Thailand Holidays

Interexotic Holidays
Ratna High, 112, Naranpura Rd, Parshwanath Society, Sundar Nagar, Naranpura, Ahmedabad, Gujarat 380013
અમારી ૮ મિત્રો ની ૪-સ્ટાર  હોટલ ની બ્રેક ફાસ્ટ, લંચ, ડીનર સાથે સાઈડ સીન સાથેની તારીખ  ૭/૩/૧૮ થી ૧૩/૩/૧૮ સુઘી ની પતાયા-પુકેત ની ટુર હતી જે ઉપરોક્ત ટુર ઓપરેટર દ્રારા કરવામાં આવી હતી અને રુપીયા ૫૮૦૦૦ એક વ્યક્તી દિઠ નક્કી કરવામાં આવ્યા હતા આ બ્લોગ લખવા નું કારણ માત્ર એટલું જ છે કે અમે જે માનસીક યાતના ઓ ભોગવી છે એ બીજા કોઈ ને ના ભોગવવી પડે અને છેતરાય નહી તે માટે છે મને લાગ્યું કે મારી સાથે ખોટું થયું છે એટલે મારા સ્વભાવ પ્રમાણે હું તે લોકો નો જણાવું છું અને અમે છેતરાયા એ સત્ય હું લોકો ને ના જણાવું તો લોકો પણ છેતરાતા રહેશે અને મારા ૭ દિવસ અને પૈસા બગડ્યા તે બીજા ના ના બગડે તે માટે આ લખી રહ્યો છું
દિવસ પહેલો સવારે સ્પાઈસ જેટ દ્રારા અમે સુવર્ણભુમિ એરપોર્ટ પર બેંકકોક ઉતરયા અમને મનીષ સોની જે બેંકકોક રહે છે તેનો નબંર આપવામાં આવ્યો હતો જે નબંર તમારી જાણ માટે આ રહ્યો ‭Manish soni pattya +66 94-736-0151‬ અમને જણાવવા માં આવ્યું હતું કે ૨ નબંર ના ગેટ પર ડ્રાઈવર ત્યાં હાજર હશે તમને હોટલ લઈ જવા માટે પરતું અમને કોઈ મળ્યું નહી મનીષ સોની તથા અમદાવાદ ના ઓપરેટર ને એક કલાક સુઘી રોડ પર બેઠા બેઠા ફોન લગાવતા રહ્યા પરતું કોઈ જવાબ મળ્યો નહી કલાક પછી જ્યારે અમદાવાદ ના ઓપરેટર સાથે વાત થઈ ત્યારે તે કહે ૫- મિનીટ આવો છે વાત કરુ એમ કરતા કરતા ૧- કલાક બીજો વિતી ગયો અમારી જેમજ બીજ ૧૪ જણા નું ગ્રુપ પણ મનીષ સોની ની રાહ જોઈ રહ્યા હતા આખરે બે થીી અઢી કલાક પછી ડ્રાઈવર આવ્યો અને અમને પતાયા લઈ ગયો અમને ગોલ્ડન બીચ પતાયા હોટલ કહેવા માં આવી હતી ઈટેનરી માં આપવા માં આવી હતી પરતું અમને મિરેકલસ્યુટ હોટલ માં ડ્રાઈવર ઉતારી ને ચાલ્યો ગયો જ્યારે અમે હોટલ માં પુછ્યું તો હોટલ વાળા કહે તમારુ બુકીંગ નથી અમદાવાદ નો ઓપરેટર કહે તમારી હોટલ ગોલ્ડન બીચ જ છે અને થાઈ પીપલ ની માન્સીકતા એટલી બઘી થર્ડ ક્લાસ છે કે તેઓ ભારતીયો ને કોઈ રીતે સપોર્ટ કરવા જ તૈયાર નથી અને અમને તો આપણા એ જ ઠગ્યા તા તો પછી ત્યા વાળા ને પણ શું કહેવાનું આમ ને આમ ૨ કલાક વિતી ગયા ત્યાર બાદ હોટલ કહે ૫૦૦ ડોલર જમા કરાવો તમારો એજન્ટ આવશે પછી પરત કરી શું અને અમને રુમ ફાળવવામાં આવી બપોરે એજન્ટ મળવા આવ્યો અને કહે તમને ડોલર પરત કરાવી દઉ અને હજુ તો અમારે ૬ દિવસો કાઢવાના હતા બસ ત્યાર થી ભાગમ ભાગ ચાલું કોઈ કાર્યક્રમ ના ઠેકાણા નહી ત્યાનો એજન્ટ કે અહી જવાનું અમદાવાદ નો એજન્ટ કે અહી જવાનું આમને આમ જેમ તેમ કરી પતાયા ના તો ૩ દિવસ કાઢ્યા હવે જવાનું હતું પુકેત જેવા વિમાન માં બેઠા ને ત્યાના એજન્ટ નો ફોન આવ્યો તમારી હોટલ બજલવામાં આવી છે પાછુ પહેલા દિવસ પ્રમાણે ની કથા શરુ પતાય એરપોર્ટ પહોચ્યા પાછું ૨ કલાક કોઈ નહી કેટલી મથામણ પછી ગાડી આવી ત્યાનો એજન્ટ કહે હોટલ ચેન્જ છે અહીનો કહે ના એજ છે એમ કરતા કરતા અતે બીજી હોટલ માં ઉતરાણ કર્યું અને ત્યાર બાદ દરેક સાઈટ સીન માં પણ કટકી ને કટકી જે પ્રમાણે ના પૈસા આપવામાં આવ્યા હતા તે પ્રમાણે નું કાઈજ નહી અને પાછા અમદાવાદ ના એજન્ટ કહે અમે તમને કોઓપરેટ તો કરીએ જ છીએ છે બોલો પાછો ચોર કોટવાલ ને દંડે આમ અઢળક તકલીફો પછી અંતે ટુર પુરી થતા આપણા દેશ પરત પહોચ્યાં અને અદભુત આનદ ની અનુભુતી થઈ
બસ અમારે એટલુંજ કહેવાનું કે ઉપરોક્ત જણાવેટ ટ્રાવેલ એજન્ટ થી સાવધાન રહેવું ......આભાર
                  

ટિપ્પણીઓ

  1. અમે કપલ 1 જ થાઈલેન્ડ ફરવા ગયા હતા.8દિવસ 8 રાત નો પ્રવાસ કર્યો હતો.બેંકકોક, ક્રાબી,ફીફી આઇલેન્ડ,ફુકેટ બધે રોકાણ કરેલું.બધી જ વસ્તુઓ અને માહિતી ઇન્ટરનેટ પર ચેક કરીને ગયા હતા.હોટેલ,પ્લેન,ફરવાના સ્થળો,બોટ,લોકલ ટુર બધું જ જાતે કરેલું.ટેક્સીમાં ફરેલા.એડવેન્ચર કરેલા,ઘણા આઇલેન્ડની મુલાકાત કરેલી,મોટા ભાગના સ્થળો ફરેલા.તેમ છતાં ખર્ચો 1 લાખનો આવેલો.

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગીતાસાર

રાષ્ટ્રપતિ ની ચુંટણી

ચીયા ના બીજ (તકમરીયા) Ocimum basilicum