Thailand Holidays
Interexotic Holidays Ratna High, 112, Naranpura Rd, Parshwanath Society, Sundar Nagar, Naranpura, Ahmedabad, Gujarat 380013 અમારી ૮ મિત્રો ની ૪-સ્ટાર હોટલ ની બ્રેક ફાસ્ટ, લંચ, ડીનર સાથે સાઈડ સીન સાથેની તારીખ ૭/૩/૧૮ થી ૧૩/૩/૧૮ સુઘી ની પતાયા-પુકેત ની ટુર હતી જે ઉપરોક્ત ટુર ઓપરેટર દ્રારા કરવામાં આવી હતી અને રુપીયા ૫૮૦૦૦ એક વ્યક્તી દિઠ નક્કી કરવામાં આવ્યા હતા આ બ્લોગ લખવા નું કારણ માત્ર એટલું જ છે કે અમે જે માનસીક યાતના ઓ ભોગવી છે એ બીજા કોઈ ને ના ભોગવવી પડે અને છેતરાય નહી તે માટે છે મને લાગ્યું કે મારી સાથે ખોટું થયું છે એટલે મારા સ્વભાવ પ્રમાણે હું તે લોકો નો જણાવું છું અને અમે છેતરાયા એ સત્ય હું લોકો ને ના જણાવું તો લોકો પણ છેતરાતા રહેશે અને મારા ૭ દિવસ અને પૈસા બગડ્યા તે બીજા ના ના બગડે તે માટે આ લખી રહ્યો છું દિવસ પહેલો સવારે સ્પાઈસ જેટ દ્રારા અમે સુવર્ણભુમિ એરપોર્ટ પર બેંકકોક ઉતરયા અમને મનીષ સોની જે બેંકકોક રહે છે તેનો નબંર આપવામાં આવ્યો હતો જે નબંર તમારી જાણ માટે આ રહ્યો Manish soni pattya +66 94-736-0151 અમને જણાવવા માં આવ્યું હતું કે ૨ નબંર ના ગેટ પર ડ્રા...