રાષ્ટ્રપતિ ની ચુંટણી
*ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે? એકદમ અટપટી પ્રક્રિયાની અત્યંત સરળ સમજ મેળવો* ---દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે પણ મોટા ભાગનાં વોકોને ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા વિશે જ ખબર નથી. તેનું કારણ એ છે કે આપણા દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા સરળ નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી સામાન્ય ચૂંટણી જેવી નથી હોતી અને તેની પ્રક્રિયા ખૂબ જ છે. ---અહીં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે તેની સરળ સમજ આપી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ મતદાન દ્વારા થાય છે. આ ચૂંટણીમાં લોકસભાના 543 સભ્યો, રાજ્યસભાના 243 સભ્યો અને દેશભરનાં રાજ્યોની વિધાનસભામાં ચૂંટાયેલા કુલ 4120 ધારાસભ્યો કરે છે. વિધાન પરિષદના સભ્યો આ ચૂંટણીમાં મતદાન નથી કરી શકતા. ---ભારતના રાષ્ટ્રપતિ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા પસંદ કરવામાં આવે છે. કાયદાના આર્ટિકલ 54માં તેનો ઉલ્લેખ છે. સંસદના બન્ને સદનો તથા રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા ધારાસભ્યો મતદાર છે. બે કેન્દ્રશાસિત પ્રદેશો, દિલ્હી અને પુડ્ડુચેરીના ધારાસભ્યો પણ આ ચૂંટણીમાં ભાગ લે છે જેની પોતાની વિધાનસભા છે. ---રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આપણે ત્યાં ઈલે...